કડવા ચોથ
આ વ્રત કારતક વદ ચોથના દિવસે આવે છે આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે કરે છે
આ દિવસે સુહાગન સ્ત્રીઓના નકોરડો ઉપવાસ કરે છે રાત્રે શિવ-પાર્વતી કાર્તિકે અને ચંદ્રની પૂજા કરીને અને રાત્રે ચંદ્રના દર્શન કરી પછી ઉપવાસ છોડે છે.
આ દિવસે માટેની આ દિવસે માટેની.ગોરી ની માં ગૌરી માતાની મૂર્તિ બનાવી તેની પૂજા કરે છે.
એકવાર અર્જુન તપસ્યા કરવા નીલગીરી પર્વત પર ગયો ત્યારે આ બાજુ પાંડવો પર અનેક મુસીબતો આવવા માડી.
આથી આથી દુઃખી થઈ ગયેલી દ્રૌપદીએ પોતાની પર આવી પડેલી આ મુસીબતોમાંથી ઉગારવા વિનંતી કરી.
આથી કૃષ્ણ બોલ્યા કે ,એક વખત પાર્વતીએ પણ આવી મુસીબતોના નિવારણ માટે ભગવાન શંકરને પૂછ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું કે તમે કડવા ચોથનું વ્રત કરો.
તમારી તમામ મુસિબત નુ નિવારણ થશે એ પછી શ્રીકૃષ્ણે આ સંદર્ભમાં એક વાર્તા કહી
પ્રાચીનકાળમાં એક ગુણવાન બુદ્ધિશાળી અને ધર્મપરાયણ બ્રાહ્મણ રહેતો હતો તેને ચાર પુત્રો અને એક સુંદર અને ગુણવાન પુત્રી હતી આ પુત્રીને પરણાવેલી હતી.
એક વખત ઘરમાં તેને અને તેની ભાભીઓ એ કડવા ચોથનું વ્રત કર્યું રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમને બહેનને જવાનું કહ્યું પણ બહેનને તેમને કહ્યું કે ચંદ્ર દર્શન કર્યા પછી જ તે જમશે જો કે આખા દિવસના ઉપવાસથી તે ભૂખથી ઘણી જ આકુળ વ્યાકુળ થયેલી હતી.
આથી તેના ભાઈઓને તેના પર દયા આવી અને તેમણે પાછળથી કુત્રિમ ચંદ્રમાં ના દર્શન કરાવ્યા અને તેને જમવાનું કહ્યું બહેને ભાભીને પણ ચંદ્રને અર્ધ્ય આપીને જમવાનું કહ્યું પણ ભાભીઓ આ છળ થી પરિચિત હતી. એટલે બહેને કહ્યું કે ચંદ્ર નથી ઉગ્યો આ છળકપટ છે માટે તમે ના જમો છતાં પણ બહેન માની નહીં અને તેને ભોજન કરી લીધું.
ભોજન પછી તરત જ તેના પતિનું મૃત્યુ થયું આથી એ ખંજર છોડીને વિલાપ કરવા લાગી એ વખતે ઇન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા હતા.તેમણે બ્રાહ્મણ પુત્રીને વિલાપ કરતી જોઈ તેનું કારણ પૂછ્યું હકીકત જાણ્યા પછી ઈન્દ્રાણી બોલ્યા કે ચંદ્ર ને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું.એટલે જ તે તને આ ફળ મળ્યું માટે હવે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરતું તારો પતિ જીવતો થશે.બ્રાહ્મણ પુત્રીએ તેમના કહ્યા મુજબ પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર્યું તેનો પતિ જીવતો થયો વાત પૂરી કરીને
શ્રીકૃષ્ણે કહ્યું તું પણ જો ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશ તું તારા પર આવેલી મુસીબત તો ટળી જશે.
આથી દ્રોપદીએ પુરા ભક્તિભાવથી આ વ્રત કર્યું અને પાંડવો દરેક સંકટમાં વિજય બન્યા આ વ્રત કરનાર સ્ત્રીઓ ચૂડી ચાંદલો અખંડ રહે છે વાંઝીયામેણું ટળી જશે અને ધન-ધાન્યથી વૃદ્ધિ થાય છે.

0 Comments